અનુભવની એરણેથી ...ગતાંકથી ચાલુ
૧૬) જિંદગીમાં ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહિ.
૧૭) લોકોને કોઈની સમસ્યાઓમાં રસ નથી હોત.
૧૮) અફસોસ કર્યા વગર જીવન જીવવું.
૧૯) કદિક હારવાની પણ તૈયારી રાખવી.
૨૦) માબાપ, પતિપત્ની, સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબુ રાખવા ખુબ પ્રયત્નો વધારવા.
૨૧) ફોન પર સ્ફુર્તિભર્યા અવાજ્માં વાત કરવી.
૨૨) વાણી, હાવભાવ, શબ્દો વાપરતી વેળા કાળજી લેવી.
૨૩) બાળકોના સ્કૂલના કાર્યક્રમોમાં અવશ્ય હાજર રહેવું.
૨૪) વડીલ, અશક્ત, દર્દી, કે ઘરડાં માણસો સાથે સૌજન્યતાથી અને ધીરજથી વાત કરવી.
૨૫) સમસ્યાઓથી દૂર ભાગવું નહીં, શક્ય છે કે મોટી તક એમાં જ હોય.