અનુભવની એરણેથી.
૧) ક્રોધ એટલે ટુંક સમય માટે 'સ્વ' સાથે થયેલો વિચ્છેદ.
૨) નમસ્તે કરવાની પહેલ દરેક વખતે મારે જ કરવી જોઈએ.
૩) કોઈએ મારે માટે લંબાવેલો હાથ ક્યારેય તરછોડવો નહિ.
૪) બહાદુરી બતાવતા પહેલાં સાહસ અને દુસાહસનો ભેદ પારખવો.
૫) વાત કહેતાં પહેલા બે વાર વિચાર કરવો.
૬) મહેણું ના મારવું.
૭) કોઈના આશાવાદને તોડી પાડવો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
૮) ક્રેડીટકાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહી.
૯) નકારાત્મક પ્રકૃતિના માણસોને ઘટાડવું જોઇએ.
૧૦) દરેક વ્યક્તિને બીજી તક આપો, ત્રીજી નહ.
૧૧) સંતતી નાની હોય ત્યારે જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવો. ૧૨) જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપવી તો નહીં જ.
૧૩) જેને ચાહો તેની સતત કાળજી રાખો.
૧૪) કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
૧૫) ગોસિપ્ નિંદા, જુગાર,કોઈના ટર્નઑવર કે પગારની ચર્ચાથી દૂર રહેવું.