હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ!ને એમ છતાં
એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?
આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું, એક પંખી ટહુંકી ઉઠ્યું તો લાગ્યું તું નારાજ નથી..
- મકરંદ દવે
જિંદગી માં આપણી સાથે એક ખાસ વ્યક્તિ તો હોય જ છે. પણ
એ જિંદગીભર માટે નથી હોતું.. એ ફક્ત થોડા ક્ષણો માટે જ આવે છે અને ચાલ્યું જાય છે.!
છતાં પણ એક ઉમ્મીદ હોય છે દિલમાં કે, એ વ્યક્તિ ક્યારેક તો પાછું આવશે જ.!!
ક્યારેક આપણે ફક્ત એટલુ જ વિચારતા હોઈએ છીએ કે કાશ હું એ સમય ને જીવું કે જ્યાં મારું મનગમતું વ્યક્તિ મારી સાથે હોય, અને તેની સાથે આખી જીંદગી પસાર કરું. પણ આ ફક્ત એક વિચાર છે જે ક્યારેય પણ પૂરો થતો નથી..
જિંદગી એક એવું પગતથિયું છે જેમાં આપડે પડી તો જઈએ જ છીએ પણ ઉભા કેવી રીતે થવું તે આપણને ખબર હોતી નથી અથવા તો આપણને એ પગથિયાં માં પડ્યા પછી ઉભા કરવા વાળું કોઈ વ્યક્તિ મળતું નથી.!!
સાથે ચાલવું અને સાથે રેહવું, આ બંને માં ફર્ક એટલો જ છે કે
સાથે ચાલવા વાળા માત્ર આપડી સાથે ચાલે જ છે, અને એનો રસ્તો આવતા જ એ પણ વળી જાય છે. પણ સાથે રહેવા વાળા
જિંદગીભર માટે સાથ આપે છે..
આ જિંદગીમાં કોઈની રાહ જોવી અગરી છે પણ એનાથી અઘરું
છે કોઈને ભૂલી જવું અને એનાથી પણ અઘરું છે.. એ નક્કી કરવું કે એમની રાહ જોવી કે ભૂલી જવા..?
-Just એમજ (એક વિચાર)