ધીરે ધીરે
વિવશ થતી જાઉં છું
હું તને
ધકેલવા મથી
રહી છું, મારી
સ્મૃતિનાં
વિશ્વમાંથી કોઈ
અજાણ્યા છતાં જાણીતા
વિસ્મૃતિનાં
ઊંડા, ગૂઢ અને ન ગમતાં
એક વિશ્વમાં.
જેટલો તુૃં ધસતો જાય છે
એટલી જ
છોલાતી જાય છે
મારાં
વર્તમાનની
એ બધી ક્ષણો
જે
પરાણે
જીવી જાય છે
તારા
નામને લીધે...
--નિર્મોહી
...ને વહાલભર્યું ગુડ મોર્નિંગ.🌺