માનવીઓની ભાવનાઓને ભણવા એમના મનના દ્રારે જાઉં છું રોજ અતીથી બની, રૂપ રોજ નવા ધરી ઉભો રહું અતીથી બની, થાય દર્શન વીશાળ મનનાં તો હરખનો પાર ન રહે, પણ મન નાનાં અને છીછરા જોઈ થાય દુઃખ અનેરૂ, થાય પ્રશ્ન ભગવંત ને કે તે અમુકને કેમ આટલા વીધ્ન સંતોષી અને નકારાત્મક બનાવ્યા હશે.
-Hemant Pandya