એનિવર્સરી ( માઈક્રોફીશન )
આરોહી અને તપન ના લગ્નની ૨જી એનિવર્સરી હતી. આરોહી તપન ના whatsupp સ્ટેટસ જોઈ ખૂબ જ ખુશ થઈ રહી હોય છે કેમકે તેમાં તપને લખેલ હોય છે કે મારી પત્ની મારુ સર્વસ્વ છે, તારા આવવાથી મારી દુનિયા રંગીન બની ગઈ છે, તું મારા હોઠોની હસી છે તું જ મારા જીવનનો ધ્યેય છે, આભાર મારી જિંદગી માં આવવા બદલ. I love you.., હજી બીજુ સ્ટેટસ જોઈ એ પહેલા જ બેડરૂમ માંથી તપન નો અવાજ આવે છે ખબર નહીં આખો દિવસ શું કરે છે? એક કામ નથી થતું, આ અભણ સાથે લગ્ન કર્યા ત્યારથી મારુ જીવન ધૂળ બની ગયું છે.
૧૦/૩/૨૦૨૧ બુધવાર
✒ isha kantharia "સરવાણી"