દરેક પોતા ની વાત કોઇ પણ પ્રકારે પ્રદર્શીત કરતું જ હોય છે.કોઇ ગાઇ ને, કોઇ સીધેસીધી વાત કરી ને તો કોઇ કાગળ લખી ને.અહીંયા પણ કાંઇક એવું જ છે. કેટલાક શરમ માં ના કહેવાયેલા શબ્દો, કેટલાક બીક થી રુંધાઇ ગયેલા શબ્દો કેટલાક ના સમજાવી શકાય એવા શબ્દો નો સંગ્રહ જે કવીતા નુ સ્વરૂપ કવી દ્વારા આપવા માં આવ્યું છે. આ સંગ્રહ માં માતા,પીતા,મિત્ર,પ્રેમી ભગવાન જ નહીં પરંતુ જીવન, પ્રક્રૃતી થી માંડી સુખ તથા દુ:ખ સુધી ની લાગણી દર્શાવવા માં આવી છે. ખાસ કરી ને જ્યારે પ્રેમ ની વાત આવે ત્યારે એક જ છબી આપણા મનોમસ્તીક પર છવાઇ જાય છે. અને એ છે કાન્હો. ભલે પછી એ રાધા નો જ કાન્હો કે મીરા નો ગીરધર નાગર કે પછી દ્રોપદી ના સખા ગોવિંદ જ કેમ ના હોય.લીઝા એ પણ પ્રેમ નું એ પ્રતિક સાચવી રાખવા બ્રિજ્વાસી એટલે કાન્હા નો જ સહારો લીધો છે.
૨૦ વર્ષ ની ઉમરે એ લીઝા એ લેખન ને પોતાની કળા બનાવી. તે કોમ્પ્યુટર માં સ્નાતક છે. લીઝા ના શબ્દો તેના માં રહેલા વીચારો અને તેના જીવનશૈલી ની એક ઝાંખી છે. તેના જીવન ના ઘણી ઘટના એવી છે જે તેને લખવા માટે પ્રેરણા રૂપ બની છે.ગુજરતી સાહિત્યના આ સુંદર સમાજ માં પદ મેળવવા આ પુસ્તક લીઝા નુ પ્રથમ ચરણ છે. લીઝા ના વધુ વીચારો સાથે જોડાઇ રહેવા તેનું insta ID: liza_k.barot ફોલો કરો.
https://www.amazon.in/dp/B08X6TS49R/ref=cm_sw_r_wa_awdb_imm_CH1EMD1S6XZ1GQY59NTD
-લિઝા બારોટ