જજૅરિત થયા પછીની વાત છે. હકીકત હવા થયાં પછીની વાત છે. તને કેવીરીતે કહ્યું શું થયું, એ તો તારા ગયા પછી ની વાત છે. મારું વ્યક્તિત્વ અચાનક નિખર્યુ, દિવાલે તસવીર થયાં પછીની વાત છે. પાનખર શું હોય તેને શું ખબર, ઝરણાં વહેતાં થયાં પછીની વાત છે. તારું શું નેં મારું શું છે અહીં આ બધું આપણાં ગયાં પછીની વાત છે.
-ANAND SAMANI