આંધ્રપ્રદેશમાં રહેતો એક આશાવાદી માણસે તેની પોતાની અંગત જિંદગીમાં એક સ્વપન જોયુ હતું કે લોકોની જેમ મારી જિંદગીમાં પણ એક સુંદર મઝાનું ઘર હોય
સ્વપન જોવા કે વિચારવા એ ખરાબ તો નથી પણ તેને માટે ખુબ પૈસા જોઈએ જો તમારી પાસે પૈસો હશે તો તમે દુનિયાની કોઈપણ ચીજ ખરીદી શકોછો 🤗
આથી પૈસા માટે તમારે તનતોડ મહેનત કરવી જ પડે 🙄
એવી જ રીતે આ આંધ્રપ્રદેશમાં રહેતો એક આ માણસે જિંદગીમાં પોતાનું એક સુંદર ઘર બંને તે માટે તે ખુબ મહેનત કરીને એક એક પૈસો ભેગો કરતો હતો ના રાત જુવે કે ના દિવસ જુવે બસ કામ કરવું ને બે પૈસો કમાવવો એજ એનો મંત્ર હતો 😇
બસ અમને આમ તેને ખુબ મહેનત કરીને લગભગ આઠ લાખ રૂપિયા ભેગા કરીયા હતા ને એક દિવસ તેને તેનું સ્વપ્નું સાકાર થતું દેખાતું હતું 😄
એક કાળી સૂટકેટમાં મુકેલા આઠ લાખ રૂપિયા તેને બે કે ત્રણ મહિનાથી સૂટકેટ ખોલીને જોયા પણ ના હતા તેને મનમાં એમ કે મારા પૈસા મારી સુટકેટમાં જ છેં ને
એક દિવસ તેને ઘર બનાવવા માટે કડિયા ને મજૂરો ને ઘરે બોલાવ્યા ને ઘર બનાવવા તેને કડિયા પાસે એસ્ટીમેન્ટ કઢાવ્યુ કે કુલ કેટલો ખર્ચો ઘર બનાવવા થશે આથી કડિયાએ તો બધુજ એક કોરા કાગળ ઉપર લખી દીધું કે આટલો સિમેન્ટ આટલા સળિયા ને આટલી રેતી ને આટલી તેની મજૂરી...
આમ બધું નક્કી થઇ ગયું ને એક દિવસ આ માલસામાન લાવવા માટે પેલા પૈસાની જરૂર પડી આથી પેલા ભાઈએ જેવી તેમની બેગ ખોલી ને અંદર જોયુ તો જોઈને એકવાર તો તે બેભાન જ થઇ ગયા ને જયારે તેઓ ભાનમાં આવીયા ત્યારે તેમની આખોમાંથી આંસુ સુકાતા ના હતા તેઓ પોકે ને પોકે બસ રડતા જ હતા છાના રહેવાનું નામ પણ લેતા ના હતા તેમના મોઢામાંથી બસ એકજ શબ્દ નીકળતો હતો કે હું લૂંટાઈ ગયો..મારી બધી મહેનત પાણીમાં ચાલી ગઈ..મારા આઠ લાખ બરબાદ થઇ ગયા 😭
તમે વિચારતા હશો કે આ ભાઈનું એવુ તે શું થઇ ગયું હશે !!! 🤔
જી હા, આ ભાઈએ સૂટકેટમાં મુકેલા દરેક રૂપિયા ઉધઈઓએ કોચી કાઢીયા જે હવે કોઈપણ બઝારમાં ચાલે પણ નહિ ને કોઈ બેંક પણ તેને બદલી આપે પણ નહિ
એકદમ નાના મોટા કાણાવાળી નોટો
ત્યારબાદ શું થયુ તે હું જણાવતો નથી
પણ એક વાત જણાવું કે તેને થોડાક મહિનાની જેલ જરૂર થઇ
કાણા પાડનાર કોઈ બીજું કોઈ ને જેલ જવાનો વારો બિચારા તેનો આવીયો 🤭