લખનૌની આ સગી મુસ્લિમ બહેનો જે એક ગરીબ પરિવારમાં જન્મીછેં
પિતા એક નાની કપડાંની દુકાન ચલાવતા હતા જયારે માં લોકોના ઘરોમાં કપડાં વાસણ કરતી હતી તેથી તેમના માતા પિતા પાસે તેઓને ભણાવવાના પૈસા ના હતા આથી આ બંને બહેનો ધેર બેસીને કંટાળી જતી હતી માટે ટાઇમ પાસ કરવા તેમને સાથે મળીને એક કામ હાથમા લીધું
પહેલા જમાનામાં રાજા મહારાજા જે કૉલાપુરી ચપ્પલ પહેરતા હતા તેની ઉપર રંગ બેરંગી ડિઝાઇન કરવાનું નક્કી કરીયું
પહેલા તેઓ બજારમાંથી એક કૉલાપુરી ચપ્પલ લાવીયા ને તેની ઉપર એક સરસ ડિઝાઇન બનાવી પછી બાજુમાં રહેતા એક બહેનને આ ડિઝાઇન ગમી ગઈ ને તેમને ખરીદી લીધા આમ તે બહેનોને થોડોક નફો મળતો દેખાતા તેઓ ફરી બજારમાં જઈને બીજા પાંચ ચપ્પલ લઇ આવીયા ને તેમની ઉપર પણ અલગ અલગ ડિઝાઈનો બનાવી આ વાત આખા ગામમાં પ્રસરી ગયી ને તેમના બીજા લાવેલ ચપ્પલ પણ વેચાઈ ગયા બસ પછી આ બેનોને પૈસા કમાવવાનો એક કિમીયો મળી ગયો ને તેમનો આ નાનો ધંધો ધીરે ધીરે મોટા પાયે ચાલવા લાગીયો
ને હવે તો તેમને ચપ્પલના ઓડર પણ એટલા બધા મળવા લાગીયા કે તેમને આ કામ માટે ગામના બીજા ચાર લોકોને આ કામે રાખીયા તે પણ દસ દસ હજાર રૂપિયા ના પગારે!!!
આજ આ બંને બહેનોનો આ ધંધો એટલો બધો ચાલે છેં કે ખાલી ભારતદેશ જ નહિ પણ અમેરિકા, લંડન, કેનેડા, જેવા દેશો માંથી પણ હવે ઑર્ડરો મળવા લાગીયાછેં
ટૂંકમાં તેમના મનના એક સામાન્ય શોખને તેમને તેમના ધંધામાં ફેરવી દીધો ને એક જાતની ઉંચી આવક ઉભી કરી દીધી
આજ તેઓ સાથે મળીને લાખો રૂપિયાનો ધંધો કરેછે
કહેવાની જરૂર નથી પણ છતાંય કહી દઉં છું કે ફ્લિમ અભિનેત્રી પરણિતા ચોપરા, કાજોલ, કરીના જેવી સ્ટાર લોકો પણ તેમને ચપ્પલ માટે ફોનો કરેછે 🤭
true story 🤔