બાળપણ ખોવાયું ખેલીને ગાઢ નિંદ્રા કરી,
યુવાની ઉંમરે આવી હાંકલ દે ફરી.
ઉઠ જાગ મનવા ભોર થઈ છે મહેનત કર ઘણી.
ક્યાં સુધી સૂતો રહીશ પછેડી પાછી કરી.
મહેનતથી મળે સફળતા પરિશ્રમ પારસમણી.
ધ્યેય સિધ્ધ કરી જીવનમાં ઓળખ કર ખરી.
સજાવેલા સપના તારા સિદ્ધ કર અહીં.
આવશે અનેક કંટકો કેડી બનાવ સહીં.
કીડીને ગુરુ માની હિંમત રાખ ખરી.
-ANAND SAMANI