અધુરપ....🌹
ચાલને કલ્પના ની કેડીએ સ્વપ્નની દુનિયામાં,
ભણકાર નહિ પગરવ માં આનંદિત બનીએ.....
ચાલને ગીત અને કાવ્ય ની દુનિયામાં,
શબ્દો નહિ અનુભૂતિની ભાષા સાંભળીએ......
ચાલને સ્મિત અને મૌનની દુનિયામાં,
સંવાદ નહિ સંવેદનાને અનુભવીએ....
ચાલને અજાણ એવી સપ્તરંગી દુનિયામાં,
પ્રયાસોની છોડીને ઓચિંતા અથડાઈ એ.,...
ચાલને આજે તો વિરહ અને ઝુરાપા ની દુનિયામા,
અજંપાને નહીં એકબીજાની અધુરપ ને માણીએ.....