"ઝાંઝર નો ઝણકાર"
એક એક ડગ ભરતી ને તું દોડતી,
ઘમકતા ઝાંઝર ને પગ થરકાવતી, કરતી ઝાંઝર નો ઝણકાર..!(૨)
ગીતો ગાતી રાસ રમતી ફરરર કરતી ફુદેડી ફરતી,
અહીંથી તહી, તહીથી અહી, કરતી ઝાંઝર નો ઝણકાર..!(૨)
થાતું ઝાલર ટાણું થતો ઝાલર નો રણકાર, સાથે તું કરતી ઝાંઝર નો ઝણકાર,
કરતી ઝાંઝર નો ઝણકાર...!(૨)
હેલ ભરતી પનીહારી થતી, ઘુમ ઘુમ કરતી,
લચક મચક ચાલ ચલતી, કરતી ઝાંઝર નો ઝણકાર..!(૨)
કહે "સ્વયમભુ" ગામડું મારૂ વાજતું ગાજતું, સખી સખાવો સંગ રાસ રમતું, પ્રકૃતિને સાદ કરતું,
ઝાલર ને ઝાંઝર નો ઝણકાર કરતું, ગામડું મારૂ રણકાર કરતું...!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"