કેમ કહું કે મને અપેક્ષા નથી
પ્રત્યક્ષ ભરપૂર ચાહવાની ઈચ્છા નથી
આભ ધરા જેવો નાતો જોડી બેઠાં છીએ
કેમ કહું મને તારી કશી રક્ષા નથી
ન ઝાકળ કહીશ, ન મૃગજળ તને
આંધળી કરવી પ્રતીક્ષા નથી
તોય શક્ય થશે જ નહીં જે
કેમ કહું કે એવી મહેચ્છા નથી
મન તો થાય છે કે ચીરી દઉં તને
જવાબદેહ કશી પૃચ્છા નથી
રક્ત બની વહેવું છે તુજમાં
કહી દે કે તારી એવી કશી મંછા નથી...
--નિર્મોહી