એક હતું સસલું.
ધોળું, સુંદર પણ ખામોશ.
એક હતી બિલાડી.
શ્યામલી, પક્ષીનાં પિંજરામાં કેદ પણ બોલકી.
અનાયાસ બેય મિત્રો બની ગયાં.
સસલું હસતું થયું, બિલાડી ખુશ થઈ.
માલિકને ગમ્યું નહીં.
અપારદર્શક અરીસો ઊભો કરાયો બેયની મધ્યમાં.
અને હવે...
એક છે સસલું.
ધોળું, સુંદર, ખામોશ.
એક છે બિલાડી.
શ્યામલી, પક્ષીનાં પિંજરામાં કેદ, મૌન...
-Anubhav ni yaad hamesha