માહી અને માધવ એમના સંસાર માં ખુબ સુખી. બંને એકમત થઇ બેબી પ્લાન લગ્નના ચાર વર્ષ પછી નક્કી કર્યું.
માહીને ડિલિવરી વખતે ખુબ કમ્પ્લિકેશન હોવાથી એક જ બેબી પ્લાન કરી શકશે. જે પણ આવે બોય કે ગર્લ એમના માટે તો એમના પ્રેમની ભેટ આવી રહી હતી ઈશ્વર તરફથી.
માહી એ એક સુંદર મજાની બેબી ગર્લ ને જન્મ આપ્યો. પરિવાર ના સભ્યો તો ખુબ આનંદ માં હતા. પણ ક્યાંક દિલના ખૂળે..એક ટીસ હતી કે... દીકરો આવ્યો હોત તો .. અમારો વંશ આગળ વધી સકત... માધવ ના મુખ પર રહેલો એ માયુસ ચહેરો માહીની આંખો સામે તરી રહ્યો.
ખુશ બધા હતા.. પણ ક્યાંક માહી ને કશુંક ખૂચતું.
એને તન્વી ને એવી રીતે મોટી કરી જાણે એ છોકરો જ હોય.. બધામાં પારંગત અને ગુણવાન, સાથે એટલી જ હોશિયાર અભ્યાસ માં.
હવે તો માધવ ને એટલી હદે તન્વીની સાથે લગાવ થઈ ગયો હતો કે તેનાથી એક પળ પણ દૂર રહી ના શકે. તન્વી હવે એક સારા સિટીમાં આઇ એસ ઓફિસર બની ગઈ હતી.
અને એણે પોતાની પસંદગી તેની જ બેચના આઇ એસ ઓફિસર સાથે કરી હતી.
આજે તન્વી એ તેના સાસરિયા ના ઘરે હાથ ના થાપા કરી પ્રવેશ કર્યો પણ.. પોતાના ઘરે થી પ્રયાણ કરી તેના પગલાં રહી ગયા માહી ને માધવ માટે ..
ચોધાર આંસુડે માધવ રડ્યો હતો.. દીકરા થી બિલકુલ કમ નથી મારી દિકરી.. બસ એટલું જ બોલી શક્યો અને આજે માહી ને થયું.. જાણે એની ડિલિવરી આજે જ થઈ હોય.
રૂપલ મહેતા (રુપ✍️)© અમદાવાદ
-Rupal Mehta