હમણાં આજ કાલ કુલી નંબર 1 (પાર્ટ 2) ખાસુ ટ્રોલ થયું છે અને એમાંય વરુણ ધવન છોકરાને બચાવવા માટે જે રીત અપનાવે છે તે ન્યુટનને ઉપર બેઠા પણ હાર્ટ એટેક અપાવી દે તે હદની છે. જો કે મેં આ પિચર પુરૂ તો નથી જોયું પણ આ સીન ટ્રોલરોની મહેરબાનીથી બહુ જલ્દી જોવા મળી ગયો હતો. બધાને હમેશા બધામાં પીળું જોવાની આદત પડી ગઈ છે એટલે લીલો કલર જો ઢોલ નગારા વગાડીને પણ પોતાની હાજરી બતાવવા આવશે તોય લોકોના કાન તો બહેરા જ રહેશે. (હવે કોઈ એવું ના કહેવા આવતા કે કાન અને જોવાનું કઈ રીતે કનેક્ટ કર્યું 🤣🤣🤣. આણે આટલી મોટી છૂટ લીધી છે તો હુ ના લઈ શકું ). હવે મને આ સીન પરથી કોઈને ના દેખાયું એ દેખાઈ ગયું.મને આ સીનમાં માનવતાના ના અદભુત દર્શન થયા. તમે વિચારો આ પિચર બનાવવા વાળા લોકો નિયમ પ્રમાણે જાત તો બાળક બચી શકેત ? બધા કરતા સૌથી વધારે મહત્વની વાત બાળકનો જીવ હતો. સ્ટોરી , લોજીક મહત્વના છે એ સમજ્યા પણ સૌથી વધારે મહત્વનો માસુમનો જીવ હતો ભલે ને તેના માટે સ્વર્ગસ્થ આઇજેક ન્યુટનને સ્વર્ગમાં પણ એટેક આવી જાય. બાળકને બચાવવા માટે બધી હદો પાર કર્યા પછી ગોવિંદાની જગ્યા લેવાનો પ્રયત્ન કરેલા વરુણ ધવનના ચહેરા પર જે સંતોષની લાગણી હતી તે અદભુત હતી. તેની સરખામણી કરવી હોય તો તેને પ્રેમી અને પ્રેમિકાના સહ શયન પછી તેમના ચહેરા પર જે તૃપ્તિની ઝલક દેખાય બસ તે જ રીતે મને વરુણ ધવનના ચહેરા પર બાળકને બચાવીને સારું કામ કર્યાનો સંતોષ હતો તેની પરાકાષ્ઠા જોઈ.
હે બોલીવુડની ટીકા કરવા વાળા પિચરેબલ ટ્રોલરો તમને વરુણ ધવનની આ સીનેદર્શનિય માનવતા કેમ ના દેખાઈ ?
✍️પ્રિતેશ હિરપરા"મિત્ર"