સંવાદ :--
--એક વાત કહું મિતા? જો તુૃં ખોટું ન લગાડે તો.
--બોલને ઈશ ! આમેય ખોટું લગાડીને હું કરી શું લઈશ? બોલ.
--તુૃં છે ને કોઈનાય પ્રેમને લાયક નથી.
--લે ! આ વાત પર શું ખોટું લગાડવાની હતી હું?
આ વાત તો હું જાણું જ છું. ટેલ મી સમથિંગ ન્યુ.
--તને તો કોઈ ફરક જ નથી પડતો !
કોઈ આટલું નિર્દયી શી રીતે હોઈ શકે?
--એટલે? એક મિનિટ ! તુૃં કહેવા શું માંગે છે?
--એ જ કે તુૃં જે કરી રહી છે એ ઠીક નથી.
--અને તારા મતે શું કરી રહી છું હું?
--ચીટિંગ. તુૃં છેતરી છે એ બધાને જેમને ચાહવાનો દાવો કરે છે તુૃં.
--ઓહ, રીયલી ? અને એ કઈ રીતે મિસ્ટર ઈશ? કહેશો જરા !
--એમાં કહેવાનું શું છે? તુૃં નથી જાણતી તુૃં શું કરી રહી છે?
--શું કરી રહી છું યાર ?
--વિશ્વાસઘાત.
વિશ્વાસઘાત કરી રહી છે તુૃં.
એ બધા સાથે જે ચાહે છે તને.
--ચાહે છે? મને !
ખરેખર !
ઈશ ! તને લાગે છે કે એ લોકોએ ચાહી છે મને?
ચલ, બધાની વાત છોડ, તારી વાત કર ને.
તે ચાહી છે મને?
ખરેખર ચાહી છે?
--કેમ? નથી ચાહી? અરે, પૂરેપૂરા અંતરમનથી ચાહી છે તને.
પણ તુૃં ક્યાંથી ભરોસો કરી શકે?
હું જરાક અળગો શું થયો,
અરે, તારી જ ભલાઈ માટે દૂર થયો હતો હું; ને તેં શું કર્યું?
બીજે ફાંફાં મારવાના ચાલુ કરી દીધા?
નવા નવા પ્રેમીઓ કેમ શોધતી ફરે છે તુૃં?
કેમ કોઈ એક તારા મનને પૂરતો નથી !
--સાચું બોલ્યો તુૃં.
હું નવા નવા પ્રેમીઓ શોધતી ફરું છું.
કોઈ એક મને પૂરતો નથી ઈશ !
મને પ્રત્યેક ક્ષણ કોઈનાં સાંનિધ્યની જરૂર રહે છે.
એ મેળવવા મથતી રહું છું હું.
એ આપનારને 'પ્રેમી' નામ નથી આપતી હું.
પણ હા, એ સૌના પ્રેમમાં ચોક્કસ પડું છું હું.
ઈશ ! તને શું લાગે છે, આવું કરનાર સાવ એકલી છું હું?!