કોઈકને માટે ચોવીસે કલાક ખુલ્લું, ને
કોઈકને માટે, હું હંમેશને માટે બંધ.
હા, હું " બારણું " છું.
આમતો મારી પૂજા રોજ થાય છે, ને ઘણીવાર, હાર ને તોરણ પણ ચડાવે છે લોકો.
છતા, કોઈ વાર ગુસ્સામાં મને પછાડે છે, પણ એજ લોકો.
હા, હું " બારણું " છું.
-Shailesh Joshi