કલરવ કરતું ચી ચી કરતું,
હું નાનું નાનું નાજુક પંખી.
મને આકાશ માં ભમવા દો,
ગીત ગુંજન કરવા દો.
નવા નવા ગામ શહેર જોવા દો,
લીલા લીલા જંગલમાં ફરવા દો.
પિંજરે પુરી મુજ નાજુક પંખી ની આઝાદી ના છીનવા દો.
હસતું મુખડું મુજ પંખીનું, કાયમ હસતું રેહવા દો.
મુજ પંખીને પકડી ને માળો મારો પિખીને,
ઘર તમારું ના સજવા દો.
મને "સ્વયમભુ" એકલા મારા મિત્રો જોડે ફરવા દો,
ખુલા આકાશમાં વાદળો સાથે આંખ મિચોલી રમવા દો...મને મારી પાંખો થી ઉડવા દો..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"