world handicap day special
આજે સવારથી જ જનક જિંદગી થી નારાજ હતો મનોમન કહે આ શું જિંદગી છે?
જિંદગી થી ઘણી ફરિયાદો હતી, સવારે વહેલા ઉઠવાનું, ફટાફટ કામ પતાવી સમય અનુસાર નોકરી પર જવા માટે નીકળી જવાનું, જો મોડું થાય તો ટ્રેન પકડવા દોડીને જવાનું, સાંજે પણ આજ ઉતાવળ! શું ખરેખર જીંદગી આવી હોય છે?
આવા વિચારો મનમાં ચાલતા જ હતા ત્યાં જ રસ્તા ની સાઇડ એક અપંગ મહિલા પોતાની સાથે એક નાનાં રડતાં કુપોષિત બાળકને લઈને વગર ફરિયાદે આજીજી નાં સ્વરમાં ભીખ માંગતી જનકે દીઠી,
જનકના પગ હવે પહેલા કરતા પણ વધુ ઉત્સાહ થી ફરિયાદ વિના ટ્રેન પકડવા ચાલવા લાગ્યા..!
-Parmar Mayur