મહાગૌરી એ નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે. શ્લોક श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः | महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||