પૂનમ ની રાત હોય, ઢોલ નો ધબકાર હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!
મોરનો ટહુકાર હોય, ઝરમર ઝરમર વરસાદ હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!
ઝાંઝર નો ઝણકાર હોય, ઘુઘરી નો ઘમકાર હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!
માથે પાઘડી રાતી હોય, પગમાં રાખોડી મોજડી હોય, કેડે કંદોરો હોય, કાળો ભમ્મર ચોટલો હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, તારો સાથ હોય..!
આભલા ટાકેલું કેડિયું હોય, ભાતીગળ ચણીયા ચોળી હોય, તાલીઓ ના તાલ હોય, વાંસળીના સુર હોય, કોયલ કેરા કંઠ હોય, રાસ ની રમઝટ હોય, હાથ મા હાથ હોય, "સ્વયમભુ" તારો સાથ હોય,
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"