હૈ..ઓલી નોરતાની રાત મને કરે છે ઘેલી, સંગે આવોને..રમવા રાસ મારા નાથ,
હૈ..ઓલા નવલા તે નોરતાની રાત જાય વેલી, સંગે આવોને..રમવા રાસ મારા નાથ,
હૈ..સાથે રમતા જોજો ઠેસ ના વાગે, નહિ રમવાનું નહિતર બાનું રે કાઢસો,
સંગે આવોને..રમવા રાસ મારા નાથ,
હૈ..કેળે કંદોરો ને હાથ માં છે મોરલી, માથે મુગટ ને પગમાં છે મોજડી,"સ્વયમભુ"બની આવોને.. સંગે રમવા રાસ મારા નાથ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"