હૈ નટખટ નંદ ગોપાલ, તું છોડી દે મારો હાથ, આજે રાસે રમવું છે મારે ગોપીઓ ને સંગાથ,
જો નહિ રમવા દે રાસ તો, કરીશ જશોદા ને ફરિયાદ, આજે રાસ રમવા નથી દેતો, તારો આ નંદલાલ,
એટલે તું સમજી જા મારી આ વાત,
રાસ રમવા દે નંદલાલ, કરે વિનંતી ગોપીઓ સહુ આજ,
આવી નોરતા ની પેહલી રાત, ગરબે ઘુમે છે અંબે માત, રાસ તું રમવા દે નંદલાલ,
"સ્વયમભુ" તું છોડી દે મારો હાથ, નહિતર ખાઇસ જશોદાનો માર, આવી નોરતા ની પેહલી રાત, ગરબે ઘુમે છે મોરી માત, રમવા દે માતાજી સંગાથે રાસ, હૈ નટખટ નંદ ગોપાલ, તું છોડી દે મારો હાથ,
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"