એકલતા
બહાર નિરવ રોહિણી અને તેના બાળકો કિલ્લોલ કરતાં હતા,અંદર રૂમમાં બેઠેલાં રમણભાઈ અને સરલા બેન પણ રાજી થતાં હતાં.આજે તેના દિકરાનો જન્મદિવસ હતો,તેઓ હાથમાં પૈસા પકડી દિકરા ની રાહ જોઈને બેઠા હતાં.પહેલાં તો થયું બહાર જઈને દિકરાને આશીર્વાદ આપી આવીએ. પણ હજુ ગઈ કાલે જ વહુએ કીધેલી વાત યાદ આવી.વહુએ ચોખ્ખું કહ્યું હતું કે" તમારે રૂમ ની બહાર નથી નિકળવા નું. તમારી ઉમર મોટી છે તમને ઈન્ફેક્શન લાગતા વાર નહીં લાગે.એકવાર કોરોના ઘરમાં આવશે તો તેમાં બધાં ઝપટમાં આવી જશું."આથી નિરવ ની રાહ જોતાં રૂમમાં બેઠા હતા ત્યાં નિરવ ને એક અર્જન્ટ કોલ આવ્યો તેને ઑફિસે તાત્કાલિક પહોંચવાનુ હતું આથી નિરવે બહારથી જ કઈ દીધું કે આવજો મમ્મીપપ્પા આપણે રાત્રે મળીએ.
રમણભાઈએ પૈસા પાછા મુકી દિધા અને રાત ની રાહ જોવા લાગ્યા.રાત્રે નિરવ તો ન આવ્યો પણ તેની ઑફિસમાંથી ફોન આવ્યો કે ગઈ કાલે આખી ઑફિસ ના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તેમાં નિરવ નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે આથી તેને કોવિડ ની હૉસ્પિટલમાં દાખલ કર્યો છે એકજણ જઈને તેની જરૂરી ચીજવસ્તુઓ દઈ આવજો, રોહિણી અને બાળકો તો રડવા લાગ્યાં.સરલાબહેને વહુને શાંત રાખી અને ધીરજ રાખવાનું કહ્યું.ભગવાન પાસે દિવો કરી પ્રાર્થના કરી "હે ભગવાન મારા દિકરા ને સાજો કરી દે જોઇએ તો એનું દુઃખ અમને આપી દે પણ મારા દિકરા ને ઊની આંચ ના આવવા દેતો."એવો શ્રદ્ધા નો દિપક પ્રગટાવી પાછા પોતાના રૂમમાં જતાં રહ્યા.
જોતજોતામાં ચૌદ દિવસ પસાર થઈ ગયાં નિરવ નો કોરોના નો રીપોર્ટ નેગેટીવ આવ્યો.આથી નિરવ ઘરે આવી ગયો.નિરવ ઘરે આવીને સીધો મમ્મીપપ્પા ના રૂમ તરફ ગયો.અને બંનેને વળગી ને ખુબ રડવા લાગ્યો.અને બંનેને હાથ પકડીને બહાર લઈ આવ્યો અને કહ્યું "તમારે હવે અહીંજ અમારી સાથે બેસવાનું છે,આ ચોદ દિવસે મને એકલતા કોને કહેવાય તેનો પાઠ બરાબર સમજાવી દીધો છે."મમ્મીપપ્પા બંને આંખમાં આંસુ સાથે દિકરા ના માથા પર હાથ ફેરવતા રહ્યા.
ઉર્વશી એચ ત્રિવેદી