Gujarati Quote in Tribute by Jayrajsinh Chavda

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અમસતી_વિચ૨ધારા_Post_6
#ઐતિહાસિક_દિવસ

•આજે આપણા દેશના એવા યુવાનનો જન્મદિવસ છે કે જેણે ભારતવર્ષને "ઈન્કલાબ"નો એક અલગ નારો આપ્યો હતો.તમને ખબર જ હશે આજે આપણા દેશના વીરપુરુષ "ભગતસિંહ"નો જન્મદિવસ છે.

•ઈ.સ.૧૯૦૭,૨૮-સપ્ટેમ્બરના રોજ બંગા ગામ,પંજાબમાં ભગતસિંહનો જન્મ થયો હતો અને નાનપણથી જ તેની અંદર દેશભક્તિની જ્વાળામુખીની આગ ભભૂકતી હતી.તેણે નાનપણમાં જલિયાવાલા બાગના કાંડમાં અંગ્રેજોનો જુલ્મ જોઈને મનોમન પ્રણ લીધો હતો કે,દેશને અંગ્રેજ મુક્ત દેશ કરવો જ છે.

•તેણે માત્ર વીસ વર્ષની ઉંમરે બ્રિટિશ સભામાં બોમ્બ વિસ્ફોટ કરીને અંગ્રજોને સાબિત કરી બતાવ્યું હતું કે અમે દેશની આઝાદી અને અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવવા કંઈ પણ કરી શકીએ છીએ.તેની આ બોમ્બની ઘટનામાં તેના બંને મિત્રો રાજગુરુ અને સુખદેવે ખુલ્લેઆમ તેનો સપોર્ટ કર્યો હતો.

•આ ઘટના બાદ બ્રિટિશ સરકારે ત્રણેયને કારાવાસની સજા આપી દીધી.આ સજાના બે વર્ષ બાદ એટલે કે ઈ.સ.૧૯૩૧,૨૩ માર્ચના રોજ બ્રિટિશ સરકારે સાંજે ૭:૩૩ વાગ્યે ત્રણેય ક્રાંતિકારી રાજગુરુ,સુખદેવ અને ભગતસિંહને અચાનક ફાંસી આપવાનો એક ગેરકાનૂની નિણર્ય લઈ લીધો કેમકે તેને પહેલાં ફક્ત આજીવન કારાવાસની જ સજા સંભળાવી હતી,પરંતુ જેલની અંદરની દેશઆઝાદીની ભગતસિંહની લડત બ્રિટિશ સરકારને ગમતી નહોતી તેથી તેણે ભગતસિંહને ફાંસી આપવાનો ફરમાન કર્યો.

•તેની નિરધારેલ તારીખ અને સમયે એટલે કે,ઈ.સ.૧૯૩૧,૨૩ માર્ચના રોજ બ્રિટિશ સરકારે સાંજે ૭:૩૩ વાગ્યે ત્રણેય ક્રાંતિકારી રાજગુરુ,સુખદેવ અને ભગતસિંહને ગેરકાયદેસર ફાંસી આપી દીધી અને ત્યારે પણ ભગતસિંહના મુખે ઈન્કલાબના નારા જ હતા.

•તેણે ફાંસી પર ચડતાં ચડતાં એક ગીત ગાયું જે આજે આખા ભારતવર્ષમાં ગવાઈ રહ્યું છે,

"मेरा रँग दे बसन्ती चोला, मेरा रँग दे।
मेरा रँग दे बसन्ती चोला। माय रँग दे बसन्ती चोला॥"

•તેની ફાંસીની જાણ સમગ્ર પંજાબમાં થતાં જેલની બહાર સેકડોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ ગઈ.આ જોઈને બ્રિટિશ સરકાર હેબતાઈ ગઈ અને જેલના પાછળના દરવાજેથી ત્રણેયની લાશને લઈને નદી કાંઠે ગેરકાયદેસર બાળવા માટે લઈ ગયા,પરંતુ સમયસર ગામવાળાની નજર જતાં ત્યાં દોડી આવ્યા એટલે બ્રિટિશ ઓફિસરો લાશ છોડીને ભાગી છૂટ્યા.

•આમ,આજે એવા વીરપુરુષના જન્મદિવસે આપણા દેશના યુવાનોએ તેના સંસ્કાર,બહાદુરી,દેશભક્તિ,દયા,
ખુમારી વગેરે જેવા ગુણો લેવા જોઈએ,પરંતુ આજના યુવાનોને તો બસ ફિલ્મોના સુપરસ્ટાર જ ગમે છે.

•દેશના સુપરસ્ટારને ફોલો કરીશું તો કંઈક દેશ માટે અને આપણી આવનારી પેઢી માટે કંઈક કરી શકીશું.બાકી ફક્ત વાતો જ કરી શકીશું.

•આવા વીરપુરુષ અને દરેક યુવાનના પ્રરણાના હીરો સમાન ભગતસિંહને મારા કોટિ કોટિ વંદન.

-જયરાજસિંહ ચાવડા

Gujarati Tribute by Jayrajsinh Chavda : 111580237
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now