લઘુકથા :
નવપરિણિત દંપતી માંડવેથી ઘરે આવ્યું. ઉંબરે કળશો કરીને એકના એક દીકરાને પોંખવા આતુર વિધવા માતાને હૈયે હરખ સમાતો નથી. વરઘોડિયાને પોંખીને ગ્રહપ્રવેશ કરાવ્યો. પગે લગાવવાને બદલે ગળે લગાવીને દિકરા-વહુને ઉમંગભેર આવકાર્યા. આધુનિક વિચારસરણીવાળા દિકરા-વહુએ પરંપરા તોડીને માતાની ઈચ્છા પૂર્ણ કરી તો સામે પક્ષે માતાએ પણ વહુને દીકરી ગણીને જતન કરવાનું વચન મનોમન આપ્યું.
#મારીરચના
#વિધવા