સુરતના એક વિસ્તારમાં રહેતા 84 વરસના લીલાબેન ઠાકોરને કોરોના હોવાથી સુરતની સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ને પોતે 15 વરસથી બી પી ની બિમારીથી પણ પીડીતછે પરંતું નવાઇની વાત એ છે કે આવી તેમની ગંભીર બિમારી હોવા છતાંય તેમજ આટલી ઘણી બધી ઉંમર હોવા છતાંય આજ તેમને કોરોનાને હરાવ્યોછે આજ તે સંપુર્ણ તંદુરસ્ત છે ને હવે પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે હોસ્પીટલના ડોકટરો પણ નવાઇ પામી ગયા કે આ માજી કેવી રીતે કોરોનાથી બચી ગયા! બાકી લીલાબેને તો ફરી સાજા થવાની આશા જ છોડી દીધી હતી...
આથી અંતે તેમને હોસ્પિટલનો દરેક સ્ટાફ, નર્સ બધાનો ર્હદયથી આભાર માન્યો હતો ને જણાવ્યું હતું કે મને તમારા તરફથી આટલી સરસ ને મફત સારવાર જો ના મળી હોત તો મારી કયારનીય આંખો મીંચાઈ ગઈ હોત!
કદાચ લીલાબેનની જીવન રેખા હજી પણ લાંબી હશે...જીઓ હજારો સાલ