હુંફ, હેતની
આશાના કિરણે કે
હૈયાંધારણે જો
કોઈ તમારી
રાહ જુએ
પ્રશ્ન પૂછે
પ્રેમ કરે
રડે
દુઃખી થાય કે ..
ઓછુ આવે
ક્યારે...કે
જયારે તમે તેને એ હક્ક આપ્યો હોય
હવે એ હક્ક
તમે છીનવી ના શકો
ચાહવા છતાં પણ
અને હક્ક છીનવી લેવાથી
તેની અભિવ્યક્તિ મા
કશો જ ફર્ક ના પડે
કારણ કે...
હક્કની આડમાં ઉભી કરેલી
મુહોબ્બત તમને હવે છો માયાજાળ
લાગે છે પણ
તેને માટે તો આ
ઇન્તેજાર પણ ઈનાયત છે
દરેક પ્રશ્નો, પ્રાણપ્રશ્ન છે
પ્રેમ જ પૂજા છે
આંસું જ આધાર છે
હક્ક જ હિસ્સો છે ને હક્ક જ કિસ્સો છે.
#Kavydrishty
-વિજય રાવલ