સુરતના એક વિસ્તારમાં એક પતિ, એક પત્નિ ને એક સાત વરસનું તેમનું બાળક સાથે તેઓ એક ઘરમાં રહેતા હતા પતિ કંઇક મજુરી કરતો હતો જયારે તેની પત્નિ હિરા ઉધોગમાં સંકળાયેલ હતી જયારે તેમનુ બાળક પહેલા ધોરણમાં ભણતું હતું
આટલુ ત્રણ જણનું ફેમીલી હોવા છતાં તેમના ઘરમાં જરાય શાન્તિ ના હતી
પતિ પત્નિને રોજ કકડાટ ચાલતો હતો એક દિવસે આવા સામાન્ય ઝઘડાએ મોટુ સ્વરુપ લીધું
સવારમાં જ પતિ પત્નિ ઝગડો થયો એટલે પછી તેના પતિએ પોતાના રમતા બાળકની સામે જ પોતાની પત્નીનું ગળું દબાવી ને મારી નાખી આ જોઇને બાળક એટલો બેચેન થઈ ગયો કે હાલ તે કંઇપણ બોલવા માટે તૈયાર નથી
પોલીસે પતિની ધરપકડ કરી દીધી છે ને બાળક આ બાબતે કંઇપણ બોલતો નથી કારણકે તે એટલો બધો ગભરાઇ જ ગયો છે હાલ તો આ બાળક એકદમ નિરાધાર થઈ ગયો છે
મા મરી ગઈ...હવે બાપ જેલ જશે
જોઇએ હવે તેનું કોણ સગું નજીકનું છે
પોલીસ તેના સગાને હવે શોધી રહીછે જેથી બાળકને બાકી જીંદગી હુંફ મળી રહે.