Gujarati Quote in Motivational by jayshree Satote

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું મસ્ત વાક્યો છે...હું એફ.વાય માં હતી....ત્યારે અમારી ગુજરાતી ગૌણ વિષયના શિક્ષિકા રેખાબેન🙏એ લેક્ચરમાં હાજર અમે તમામ દિકરીઓને એક વાત કહી હતી.... તથા એક વાત શીખવી પણ હતી....હું તમને પણ જણાવું....કે....

#એકકપલ હતુ....તેમણે એક પોસ્ટ જોયુ....
(એ પોસ્ટ કે જેમાં એક વહુ-દિકરાએ...તેમના માતા-પિતાને ઘડપણમાં વૃધ્ધાશ્રમ મુકી આવ્યા...)....તે પોસ્ટ જોતા.....

યુવતી બોલી....-"જો દુનિયાના દરેક માઁ-બાપને સાચવવાનું...દિકરીના હાથમાં સોપવામાં આવે...તો નક્કી દુનિયામાં એક પણ વૃધ્ધાશ્રમ નહી રહે....."

તેના આ શબ્દો સાંભળી....

યુવક બોલ્યો....-"એમ....પણ જો દરેક વહુ...પોતાના સાસુ-સસરાને પણ...પોતાના માઁ-બાપની જેમ સમજે અને સાચવે...તો ચોક્ક્સ દુનિયામાં એક પણ વૃધ્ધાશ્રમ નહી દેખાય....🙏"

🙏વાત તો નાનકડી છે...પણ અર્થ ધણો મોટો છે દિકરીઓ....સમજવાનુ આપડે પણ છે🙏પોતાના માતા-પિતા જો આપણને સ્વર્ગ રૂપી જણાય છે...તો સાસ-સસુર એ પણ એક દિકરાના માતા-પિતા જ છે🙏તેમની સાથે પણ એ જ રીતે વર્તવુ જોઈએ જેમ પોતાના જ માતા-પિતા હોય...ચોક્કસ તેઓ પણ તમને દિકરીની જેમ માનશે🙏અંતઃ આપણે પણ દિકરીઓ છીએ...કાલ ઉઠી વહુ બનશું....ને આગળ જઈ બનશું સાસુ.....🙏 આભાર🙏

#બોજો
# વિકસિત થતા વિશ્વમાં રહેતા...નાસમજ નવયુવાન-યુવતીઓ માટે....

By jayshree_Satote

Gujarati Motivational by jayshree Satote : 111554951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now