અમદાવાદના કોઇ વિસ્તારમાં વિનુ પરમાર કરીને એક ભાઇ રહેતા હતા તેમના પરિવારમાં તેમની પત્નિ, તેમની એક છોકરી ને તેમનો એક છોકરો હતા
જે મકાનમાં આ પરિવાર રહેતો હતો તે ઘરનો માલીક આ વિનુ પરમાર હતા
તો પૈસાની લાલચ કહો કે એક ઘર મેળવવાનો એક નુસખો કહો...
તો આ ઘરના બાકી જણો ( પત્નિ, છોકરી,ને છોકરો) વિનુ પરમાર ઉપર રોજબરોજ આ ઘર બાબતે કકડાટ કરતા હતા, પત્નિ કહેતી કે આ તમારુ ઘર તમારા દિકરાના નામે કરી દો...
પણ રોજની આ વાત વિનુ પરમાર માનતા ના હતા તેઓ વારંવાર એક જ વાત કહેતા કે આ ઘર મારુ છે ને હજી હુ જીવું છું મરી નથી ગયો!
તો એક દિવસ ઘરમાં આ બાબતે ઘણો વધારે પડતો ઝગડો થયો ત્યારે તે મારામારી સુધી પહોંચી ગયો
આ બાજુ તેમની પત્નિ, છોકરી, ને તેમનો છોકરો પણ એકસાથ થઇને વિનુ પરમાર ને એટલો બધો માર માર્યો કે તે પોતાના ઘરમાં જ મરણ પામ્યા
આથી પોલીસે આ ત્રણેયની ધરપકડ કરીને એક હત્યાનો ગુનો નોંધીને કેસ દાખલ કર્યો છે.
"જુઓ એક ઘર માટે પત્નિએ પોતાના ધણીને મારી નાખ્યો એવી જ રીતે એક ઘર માટે છોકરી, છોકરાએ પોતાના સગા બાપને જ મારી નાખ્યો!"