" જય ગણેશા, જય ગણેશા ગાવો "
આજ આંગણે મુજ રૂડો દીપ પ્રગટાવો, આજ આંગણે મુજ ઢોલ વગડાવો, આજ આંગણે બાપા મુજ ઘેર પધાર્યા, જય ગણેશા, જય ગણેશા ગાવો..!
આજે શેરી ને ફૂલો થી સણગારો, રોશની થી જગ મગાવો, આજ અબીલ ગુલાલ ઉડાળો, આજ આંગણે બાપા મુજ ઘેર પધાર્યા, જય ગણેશા, જય ગણેશા ગાવો..!
ઘરે રૂડા તોરણ બંધાવો, ઝુમર લગાવો, અવ નવી રંગોળી થી આગણું સજાવો, જય ગણેશા, જય ગણેશા ગાવો..!
બાપા ને રૂડા મંદિર માં બેસાડો, ઘી કપુર ના દીવા પ્રગટાવો, મોદક નો બાપાને પ્રસાદ ધરાવો, "સ્વયમભુ" બધા બાપા ની આરતી ઉતારો, બધા જય ગણેશા, જય ગણેશા ગાવો..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"