મને છોડી દીધો તે તારો નિર્ણય છે.કદાચ તારી પરીક્ષામાં હું fail છું.પણ હું તને ક્યારેય fail નહીં કરું.તને મારાથી વધુ ગમતું મળી ગયું છે,તેનો આનંદ છે.કેમકે હું તને ક્યારેય તારા મોઢા પર ગ્લાનીની રેખા જોવા માગતો નથી.તારી ખુશીમાં મારી ખુશી છે.તને સુખ મળે તો યાદ ના કરજે અને દુઃખ પડે તો જ મને યાદ કરજે હું દોડતો આવીશ.મારામાં શું કમી રહી ગઈ તે મને બતાવ્યું નથી.પણ કંઈ વાંધો નહીં તે ના બતાવી તે પણ તારી ખાનદાની કેવાય.પણ એ કમી તારી પાસે જે કોઈ છે તે પુરી કરતું જ હશે.માટે સુખને ભોગવાય તેટલું ભોગવી લેવું.કાલ આપણી નથી અને ગઈ કાલ આપણી નહોતી પણ આજ આપણી છે.માટે તું તે વાતનું દુઃખ ના લગાડતી.હું દરરોજ તારા pic જોઉં છું મારા મોબાઈલ ની ગેલેરીમાં અને બહુજ મન ઉદાસ થાય ત્યારે એકાદ ચૂમી લઇ લઉં છું.તારી બધી જ મઝાક મસ્તી અલોપ છે.માત્ર મારી પાસે છે માણેલા સ્મરણો.પણ તારે એ કંઈ યાદ નહીં કરવાનું.બધું ભૂલી ને સુખ માણી લેવાનું.મારા નસીબમાં હતું તેટલું જ મને મળ્યું તેનો આનંદ છે.તબિયત સાચવજે.
good bye..
- વાત્ત્સલ્ય