આ તાપણી માં શું સેકાઇ રહ્યુ છે,
દેશી પિઝા...!
બાજરીમાંથી બનતો આ દેશી રોટલો છે કદાચ તમે લોકોએ ખાધો પણ હશે આપણે ઘરમાં તેલના તળેલા ધેબરા બનાવીએ છીએ તે લોટમાંથી આ રોટલો બનતો હોયછે.
જેઓ ગામડાઓમાં રહેતા હશે તે તો જરુર રોજબરોજ ખાતા હશે પણ જેઓ શહેરોમાં રહેતા હશે તે તો મહિને એકાદવાર જ ખાતા હશે આજની નવી પેઢીને આ રોટલો ભાવતો હોતો નથી જોઇને જ છી છી કરતી હોયછે ને જો તેમને અમેરિકન પિઝા બતાવો તો તેમના મોંઢામાંથી પાણી ઝરવા માંડે છે!
આ બાજરીનો રોટલો લાકડાના ચૂલે માટીમાંથી બનેલી ટાવી ઉપર બને છે ને શેકાયા પછી તે ખાવામાં બહુજ મીઠો લાગતો હોયછે પણ જો તમે ગેસના ચુલે બનાવો તો તે ખાવામાં વધુ મીઠો લાગતો નથી રોટલો ખાનાર લોકો તેને અલગ અલગ રીતે ખાતા હોયછે
કોઇ શાક સાથે ખાય છે તો કોઇ એકલા દૂધમાં ચોળીને ખાય છે તો કોઇ દાળ ફ્રાઇ સાથે પણ ખાય છે
બાજરી પચવામાં બહુ સહેલીછે ને પૌષ્ટીક પણ હોયછે માટે અઠવાડીએ એકવાર આ બાજરીનો રોટલો અવશ્ય લોકોએ ખાવો જોઇએ
આપણું અસલ ભારત જ આ બાજરીના રોટલામાંછે ભારતમાં હજારો વરસોથી આ બાજરીનો રોટલો લોકો ખાતા આવ્યા છે ને આજ પણ થોડો ઘણા લોકો ખાતા પણ હોયછે
પણ જો તમે ઉપર બે ચમચી દેશી ઘી નાખી ને ખાઓ અથવા ઘરમાં બનેલું માખણ ચોપડીને ખાવો તો તેની મજા જ કંઇક ઓર હોયછે.
ને જો તમે તેને લાલ લાલ રસાદાર મસાલા ચિકન સાથે ખાવો તો!
આપણો સંન્ડે હેપી હેપી થઇ જાય.