દિલ્હીમાં એક બાર વર્ષની છોકરી સાથે બળાત્કાર થયો ત્યાર પછી તેને કાતરથી ઘાયલ પણ કરી ને જયારે તે ઇજાઓથી બેભાન થઇ ગઇ તો તેને એકલી મુકીને બળાત્કારી ભાગી ગયો ઘણા સમય પછી છોકરી ભાનમાં આવતા તે એજ હાલતમાં પોતાને ઘેર ગઇ ત્યારે તે અર્ધબેભાન જેવી જ હાલતમાં હતી ને ઘેર જઇને ઢળી પડી આવી તેની હાલત જોઇને તેના પરિવારે તુરંત હોસ્પીટલમાં દાખલ કરી પણ હાલ તેની તબિયત બિલકુલ નાજુક છે ડોક્ટરે 48 કલાક આપ્યા છે જો તે આ સમયમાં બચી જાય તો!
આ સમાચાર જાણીને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તુરંત હોસ્પીટલમાં પિડીતાની ખબર લેવા દોડી આવ્યા હતા ને તેમને પિડીતાની ખબર પુછી સાથે સાથે રુપીયા 10 લાખ તેના પરિવારજણોને સહાય પેટે આપવાની પણ જાહેરાત કરી પછી અરવિંદ કેજરીવાલે તુરંત દિલ્હી પોલીસ કમિશનરને ફોન કરીને આ બનાવની વાત કરી કે આ આરોપીને જેમ બને તેમ જલદી પકડી લેવામાં આવે ને તેને કડકમાં કડક સજા કરવામાં આવે.
(નવા સમાચાર મળ્યા મુજબ તે આરોપી હાલ પકડાઇ પણ ગયો છે.)