અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પીટલમાં ગઇકાલે રાત્રે ત્રણ વાગે આઇ સી યું વિભાગમાં શોર્ટ સરકીટના કારણે અચાનક આગ લાગતાં અંદર રહેલા કુલ આઠ કોરોના દર્દીઓના મોત થયા છે આ દર્દીઓ કોરોના વાયરસની સારવાર અર્થે આ હોસ્પીટલમાં દાખલ થયા હતા પણ કોરોનાથી સાજા થાય તે પહેલા આગનો ગોળો તેમને ભળખી ગયો જાણવા મળ્યું છે કે આ આઠ જણમાં પાંચ પુરુષ ને ત્રણ સ્ત્રીઓ હતી તેમાંના એક દર્દીનું મોત આગથી દાઝી જવાથી થયુ છે બાકીના સાત દર્દીઓ આગના ધુમાડાથી ગુગડાઇને મરણ પામ્યાછે આ આઇ સી યું વોર્ડના દરવાજે સાદા લોકને બદલે ડિજીટલ લોક હતું માટે તે ફિંગર પ્રિન્ટથી જ ખોલી શકાય તેમ હતું આથી અંદર રહેલા દરદીઓ આગથી ભાગી શકયા ના હતા તેથી આગનો ધુમાડો અંદર રહેતા તેઓ ગુગડાઇને મરણ પામ્યા હતા કેન્દ્ર સરકારે મરણ પામેલ દર્દીને બે લાખ ને ઇજા પામનાર દર્દીને પચ્ચાસ હજાર રુપીયા રાહત પેટે આપવાની ઘોષણા કરેલીછે તેમજ આ આગ કેવી રીતે લાગી તેની ચોકકસ માહિતી શી છે તેનો રિપોર્ટ હોસ્પીટલના સંચાલકોને ત્રણ દિવસમાં સરકારને આપવાનું જણાવ્યું છે હાલ તો આ હોસ્પિટલ પોલીસે સીલ કરી દીધી છે.