રાજસ્થાનમાં રક્ષાબંધને બનેલો એક કિસ્સો છે એક ગામનો ભાઇ નજીકની ફેકટરીમાં કામ કરતો હતો તે દિવસ રક્ષાબંધનનો જ દિવસ હતો પરંતુ તેની ફેકટરી ચાલુ હોવાથી તે કામ ઉપર હતો તેને ખબર હતી કે આજ રક્ષાબંધનછે એટલે મારી બહેન જરુર મને રાખડી બાંધવા ગામ આવશે આથી તેનુ મન કામમાં લાગતું ના હતું તેમ છતાંય તે કામ કરતો હતો જયારે તેની પરણેલ બહેન તેના ગામથી પચ્ચાસ કિલોમીટર દુર રહેતી હતી તો તે ભાઇને રાખડી બાંધવા પોતાની નાની સ્કુટી લઇ ને એકલી નીકળી પડી હતી દોઢ કલાકમાં પચ્ચાસ કિલોમીટરનું અંતર કાપ્યા પછી તેને એમ કે મારો ભાઇ આજ રજા હોવાથી ઘરે જ હશે માટે તે પોતાની સ્કૂટી લઈ ને સીધી પોતાને ઘેર જાયછે પણ ભાઇ ઘેર હતો નહી પછી જમી પરવારીને બધાને મળીને તે ભાઇની ફેકટરી ઉપર આવેછે આવીને ભાઇ માટે લાવેલ રાખડી પ્રેમથી તેને બાંધે છે ત્યારે ભાઇ પણ બહેનને એક ચુંદળીની ગીફ્ટ આપે છે બેન ખુશ થઇ ને લઇ લેછે સાંજનો સમય થઈ ગયો હતો ને તેને ઘેર પહોચવા બીજા પચ્ચાસ કિલોમીટરનું અંતર કાપવાનું હતું એટલે તે વધુ સમય રોકાયા વગર તેઓ એકબીજાથી છુટા પડેછે આ બાજુ બહેનને પણ ભાઇને મળીને મનોમન એકલી એકલી ખુશી વ્યકત કરતી હતી ત્યારે જ ના જાણે સામેથી રોન્ગ સાઇડમાંથી આવેલ એક રેતી ભરેલ ડમ્પર તેની સ્કુટી ને ટક્કર મારે છે બેન પોતાની સ્કુટી સાથે ડામ્પરના ચાર વ્હીલની અંદર ભરાઇ પડેછે તેથી તેને માથાના ભાગે ઘણુ વાગેછે લોહીનો રેલો પણ ધીરે ધીરે ડમ્પરની બહાર આવતો દેખાતો હતો ઇજા એટલી થઈ હતી કે તે વધુ સમય જીવીત પણ રહી ના શકી ને પોતાનો જીવ ડમ્પરની નીચે જ છોડી દીધો તેના પાકીટમાં રહેલ મોબાઇલથી તેના ભાઇનો સંપર્ક કરવામાં આવ્યો આવેલ ફોન જોઇને તે તો સમજી બેઠો કે બેન સહી સલામત કદાચ ઘરે પહોચી ગઇ હશે તેથી જ ફોન કર્યો હશે પછી હસતા હસતા જેવો તેને ફોન ઉપાડ્યો તો સામેથી કોઇ બીજાનો અવાજ આવ્યો કે આ બેન તમારા શું થાય! ભાઇએ જવાબ આપ્યો કે કેમ! મારા બેનછે, પણ તમે કોણ બોલો છો! શું થયું તેમને! પછી ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ કે તમારી બેનને એકસીડન્ટ થયો છે માટે તમે જલદી આ જગ્યાએ આવી જાવ..શેઠને આ બધી વાત કર્યા પછી તે પોતાની બાઇક લઈ ને નીકળી પડયો દિલમાં હવે તેને રાખીની કોઇ ખુશી ના હતી આખા રસ્તે વિચારતો હતો કે મારી બેનને શુ થયું હશે! બહું વાગ્યુ હશે! જીવીત તો હશે ને ! સવાલ ઉપર સવાલ મનમાં ચાલ્યા કરતા હતા આમને આમ જે જગ્યાએથી ફોન આવ્યો હતો તે જગ્યા પણ તેને આછી પાતળી દુરથી દેખાવા લાગી..એક ડમ્પર..લોકોનું ટોળું..બાજુમાં નીચે સુવાડેલ કોઇ વ્યકતિ..તેની ઉપર! અરે આતો એ જ ચુંદળી જે મે બેનને હમણાં જ ગીફ્ટમાં આપી હતી તે જ છે નજીક જઇને જોયું તો બહેન પોતે હતી તેનો સ્વાસ થંભી ગયો હતો ચોફેર લોહી આમ તેમ રસ્તો બનાવીને ચાલ્યુ જતુ હતું આ બધુ જોઇને ભાઇએ એક મોટી ચીસ પાડી તેના અવાજો ઉપર આકાશ સુધી પહોંચીને નીચે જમીન ઉપર પાછા આવતા હતા આમ ભાઇથી આ દ્રશ્ય ના જોવાતા તે પણ અચાનક બેભાન થઇ ને બેનની બાજુમાં જ ઢળી પડેછે...
આમ રક્ષાબંધન કોઇને હસાવે છે..તો કોઇને રડાવે પણ છે.