ઘનઘોર જંગલની વચ્ચે આવેલા શિવજીના મંદિરના ઓટલા પર એક બ્રાહ્મણ પાંચ વર્ષથી સતત તપ કરી રહ્યો હતો. ત્યાં એક ગોવાળિયો આવીને એક બકરાની બલી ચડાવી દીધી તેના અવાજથી બ્રાહ્મણનું ધ્યાન તૂટ્યું અને તે ત્યાં જોવા લાગ્યો. શિવજી પેલા ગોવાળિયા પર પ્રસન્ન થઈ ગયા અને તેને વરદાન માંગવા કહ્યું તો ગોવાળિયા એ સાત પુત્રો માંગ્યા અને શિવજી તથાસ્તુ કહી અદ્રશ્ય થઈ ગયા અને ગોવાળિયો ખુશ થઈ જતો રહ્યો.
આ જોઈ બ્રાહ્મણ પણ ત્યાં પડેલી કુહાડી લઈ પોતાની જ ગરદન પર ઘા કરવા ગયો ત્યાં શિવજી તેના પર પ્રસન્ન થઈ બોલ્યા કે બોલ તારે શું #સંકટ છે અને તું તારી પોતાની જ બલી ચડાવી રહ્યો છે તો જવાબ માં બ્રાહ્મણ બોલ્યો કે મારે સંતાનસુખ નથી તો એ તમે મને આપો તો ભોળાનાથ શિવશંભુ તેને તથાસ્તુ કહી અદ્રશ્ય થવા ગયા ત્યાં બ્રાહ્મણ એ તેમને રોક્યા અને પૂછવા લાગ્યો કે પેલા ગોવાળિયાએ બકરાની બલી ચડાવી તો તમે તેને સાત પુત્રોનું વરદાન આપી દીધું અને હું નાનો હતો ત્યારથી તમારી સેવાપૂજા કરું છું ત્યાર બાદ તમને પ્રસન્ન કરવા માટે પાંચ વર્ષથી તપ કરી રહ્યો છું છતાં મને એક જ પૂત્ર! આ તો અન્યાય ના કહેવાય?
શિવજી એ હસીને જવાબ આપ્યો કે તેણે સાત પુત્રો માંગ્યા હતા આથી મેં આપ્યા પરંતુ તે એ વાતથી અજાણ છે કે આવનારા સમયમાં એ કીડાની જેમ ખદબદશે અને તેની ખરાબ વલે થશે અને મેં તને જે એક પૂત્ર નું વરદાન આપ્યું છે તે પૂત્ર અતિશય પ્રભાવશાળી તેજસ્વી તથા દયાવાન બનશે. શિવજીનો આવો જવાબ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ઘર તરફ ચાલવા લાાગ્યો.
સાર- વધુ પામવાની લાલચ જ મુસિબતોને આમંત્રણ આપે છે.
#સંકટ