આપણા અહોભાગ્ય છે કે આપણને જીવતા જીવે આવો મહાન રામમંદિરનો શિલાન્યાસ જોવાના ને માણવાના લ્હાવો મળી રહયોછે વરસોથી હિન્દુ મુસલમાનને ખટકતી મંદિર કે મંઝીદની સમસ્યા આજ હલ થઇ રહીછે આમ તો રામમંદિરનો પ્રશ્ન ઘણા વરસોથી મંદિર ને મંઝીદ બાબતે અટવાયેલો હતો જે આજની પેઢી માટે આ એક અનેરો અવસર જોવા મળી રહ્યોછે
આ બાબતે હિન્દુ મુસલમાન વરસોથી આ જગ્યા માટે લડતા હતા હિન્દુ કહે કે અહિં અમારુ રામમંદિર હતું તો મુસલમાન કહે કે અહી અમારી મંઝીદ હતી..આથી આ કેસ ઘણા વરસથી કોર્ટમાં ચાલી રહયો હતો પણ સવાલોના જમા ઉધાર પાસાઓ ધ્યાનમાં રાખીને કોર્ટે આ સમસ્યાનો અંતિમ નિવેડો લાવી દીધો કે રામમંદિરની જગ્યાએ રામમંદિર બનશે ને મુસલમાનોને અયોધ્યામાં જ એક ખાલી પડેલ જગ્યા મંઝીદ માટે આપવામાં આવશે જેથી તેઓ ત્યા પોતાના ધર્મની મંઝીદ બનાવી શકે આથી હિન્દુ ભી ખુશ ને મુસલમાન પણ ખુશ, ના લડાઇ કે ના ઝગડા!
વર્ષોથી આ જગ્યાએ અનેકવાર મંદિર મંઝીલ બનીને તુટી ગયાછે પણ હવે દરેક સમસ્યાનો નિકાલ કાયમ માટે હવે આવી ગયો છે જે આજ ભારતના હિન્દુ લોકો હવે આ જગ્યા ઉપર પોતાના ધર્મનું રામમંદિર બનાવવા જઇ રહયા છે જે આજ આપણા હિન્દુ લોકો માટે આજનો દિવસ એક આનંદની વાત સાથેનો કહી શકાય.