માફ કરશોજી... (પુરી પોસ્ટ વાંચવા વિનંતી)
સ્પષ્ટ, સીધું ને સરળ છે અહીં #દોષારોપણ
પરિણામ અંગે તકનીકી ખરાબી જ કારણ?
પ્રિય વાંચકમિત્રો,
તા. 2 ઓગસ્ટ નાં શબ્દ પૂછતાછ/પૂછપરછનું પરિણામ રાતે ૧૨ વાગ્યે કેમ અચાનક બદલાય જાય છે??
કદાચ ઘણા લોકો સાથે આવું બનતું હશે...
જેનાં લીધે અમૂક કલમની શાહી સુકાય જાય એ કેટલા અંશે યોગ્ય?
વિગત:
ગઈ કાલના 'પૂછપરછ' શબ્દની સ્પર્ધામાં બપોરથી લઈને રાત્રે 11:59:59 વાગ્યા સુધી(તા 2 Aug) બે વ્યક્તિ સતત leading માં હતા. (નીચેની image માં time અને name ચેક કરો) રાત્રે 12 વાગ્યે (તા. 3 Aug) અન્ય વ્યક્તિ winner બને છે.. (જે same વિકમાં winner હતા.) એ winner બપોર 1 વાગ્યાથી રાતનાં 11:59:59 સુધી એક વાર પણ leading માં નથી...
આવું કેમ?
રાત્રે 12:00 થી 12:01 ની વચ્ચે 2 વખત winner ના names બદલાતા જોવામાં આવ્યા. મને લાગ્યું કે software તારીખમાં ભારે confuse હતું. આખરે તા 2 ના સાચા winners ને પડતાં મુક્યા. #तख्ता पलट गया! એ વ્યક્તિ પસંદ થઈ જે leading માં નહોતી. 11:59 થી 12 સુંધીમાં winner થયેલી વ્યક્તિ એકસાથે 100 likes થી આગળ. (#રીયલ winner ને 90 likes હતા!!) તો.. software દ્વારા નક્કી થયેલ winner ને #1 minute માં 100 #extra likes ક્યાંથી આવી ગયા?
અને જો likes હતા જ તો આખો દિવસમાં leading માં કેમ નહીં?
આવું કેમ? !!!!
મારુ વ્યક્તિગત #અનુમાન - software તકનીકી ખરાબી એ set કરાયેલ date and timing છે.
રાત્રે 12 વાગ્યે date change થાય છે. એટલે software નવી તારીખ પ્રમાણે #eligible ઉમેદવારને calculate કરે છે. (જેમાં જેનું 1 week પૂરું થઈ ગયું છે તે automatic આગળ આવી જાય છે...
#સમસ્યાનું સમાધાન: (મારી ગણતરી જો સાચી હોય તો)
software માં, Winner જાહેર કરવાનો #સમય 11:59 નો set થાય તો આ સમસ્યા ન આવે...
નીચે આપેલ screenshotમાની બન્ને વ્યક્તિ તા 2 Aug માટે #સાચા #Winner છે. જે આપણી જેમ કોઈ દુરની વ્યક્તિ હશે. આપણે ઓળખતાં પણ નહીં હોઈએ...!
પણ જે છે તે છે.. અન્યાય કોઈની સાથે પણ શાને થાય?
અન્યાય એ અન્યાય જ છે... એ જ મારા તરફથી દોષારોપણ છે. (આ #હકીકત છે, વાર્તા નહીં)
તા.ક. નીચેના pic માં #11:58 leading time circle કરેલ છે.
#અભિલાષા : પોસ્ટમાની બન્ને વ્યક્તિ (જે આપણી જેમ જ કોઈ આશા સાથે લખતી હશે.. તેમના પેનની શાહી સુકાય ન જાય માટે) winner #જાહેર થાય એ જ #નમ્ર અરજ સાથે...
અસ્તુ (#દોષારોપણ અને #નિવારણ સાથે)
આપનો/સૌનો #શુભેચ્છક
કેતન વ્યાસ
#દોષારોપણ