🙏 મિત્રતા દિવસની શુભકામના 🙏
---------------------------------------------
મિત્રની વ્યાખ્યા શું કરું હું?,
મિત્રતાની ભાવના છે મુજમાં.
મિત્ર બની મિત્રતા નિભાવું હું,
મિત્રતા છે મુજના રગેરગમાં.
- દિગ્વિજયસિંહ મકવાણા
----------------------------------------------
અમીરી, ખમીરીથી ભરપૂર છું હું,
તિજોરી છલોછલ છે મિત્રોથી મારી.
- પ્રશાંત શુક્લ
----------------------------------------------
મિત્રની પરિભાષા બીજી કોઈ
હોય નહિ,
એક વિના બીજો ક્યારેય પૂરો
હોય નહિ.
- પરેશ ગોંડલિયા
----------------------------------------------
લોકો કહે છે મારી કને ફૂલછાબ છે.
ને હું કહું છું દોસ્ત તું મારું ગુલાબ છે.
- અદિશ
----------------------------------------------
એક અસ્તિત્વની ખરી ઓળખ,
કાયમ મિત્ર જ બનતો મેં જોયો છે,
એક એવો મજબૂત ખંભો "પાર્થ" કે,
જેના સહારે ખુદ ઈશ્વર રડતો જોયો છે
- પાર્થ ખાચર
----------------------------------------------
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં હાથ ના લંબાવ ઓ હૃદય,
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
- કવિ મુસાફિર
----------------------------------------------
ઓરડામાં એક ચિત્ર હોય તો પુરતું છે,
જીવનમાં એક મિત્ર હોય તો પુરતું છે.
મિલાવ હાથ ભલે હોય સાવ મેલોઘેલો,
દોસ્ત દિલથી પવિત્ર હોય તો પુરતું છે.
- રાજેશ વ્યાસ "મિસ્કીન"
---------------------------------------------
સં. રુદ્ર રાજ સિંહ
---------------------------------------------