હાલ અમિતાભ બચ્ચન કોરોના થવાથી નાણાવટી હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે ત્યારે આવા તેમના વિકટ સમયે દેશ દુનિયામાંથી શુભેચ્છા આવી રહીછે કે હે ભગવાન અમારા હિરો અમિતાભ બચ્ચનને જલદી સાજા સમા કરીદે
પણ તેમના દરેક ફેન સારા નથી હોતા પરંતું એકાદ એક એવો પણ હોયછે કે તે દિલમાં સાજા થવાની પ્રાર્થના કરવાને બદલે અમિતાભ જલદી કોરોનાથી મરણ પામે...! તેવુ પણ વિચારતા હોયછે..
ભાઇ અમિતાભ બચ્ચનને તારુ શું એવુ તે શું બગડયું છે કે તું તેમના પ્રત્યે આટલી બધી દિલમાં નફરત કરેછે! ના તે તારી પાસે કંઇ માગવા આવ્યા કે ના તે તારી પાસે લેવા આવ્યા! તો તારા દિલમાં તેમના પ્રત્યે આટલો ગુસ્સો કેમ! તેની આ કોમેન્ટ વાંચીને પહેલા તો અમિતાભ બચ્ચનને જરાક ગુસ્સો આવ્યો પરંતું પછી તેમને પોતાના શાન્ત મગજે તેમને તેનો જવાબ આપ્યો કે ભાઇ તું તો કદાચ મારા મરવાની રાહ જોતો હોઇશ પણ તે તારી પાછળ તારા બાપનું નામ નથી લખ્યુ કે તારો બાપ કોણ છે!
તેનો મતલબ એ છે કે તું ખુદ તારા બાપને નફરત કરતો લાગેછે! ઉપરવાળો બચાવનાર પણ છે ને મારનાર પણ છે મારા નસીબમાં ભલે જે લખ્યુ હશે તે, પણ જો હું સાજો થઈ જઇશ તો મારુ સારુ નસીબ ને જો હું મરી જઇશ તો દુનિયામાં મારા નેવું કરોડ જે ફેનછે તો શું એ લોકો તને આમ જ છોડશે! પછી તો તારે પણ એમનો દરેકે દરેક જવાબ આપવો પડશે.
આપણે કોઇને પણ કોમેન્ટ લખતાં દશવાર પહેલા વિચારવું જોઈએ કે આપણી કોમેન્ટથી સામેની વ્યકતિને દિલમાં દુ:ખ તો નહી થાયછે!!!
ભગવાન સૈને સદ્બુધ્ધી આપે.