એક ગુજરાતી કહેવત છે કે એક પડોશી સાથે આપણો સંબંધ બગડે તો આપણી આજુબાજુના બીજા પડોશીઓ સાથે પણ સંબંધ બગડતા હોયછે આપણા ભારત દેશને પાકિસ્તાન સાથે વર્ષોથી સંબંધો બગડેલાછે ને તેમને મુખ્ય મુદ્દો કાશ્મીર છે પાકિસ્તાન ને આપણું કોઇપણ હિસાબે કાશ્મીર જોઇએ છે!
જે ભારત કયારેય તેને આપવાનું નથી તેથી બંન્ને દેશની સરહદે વરસોથી ગોળીઓનું ઢીસુમ ઢીસુમ રાત દિવસ ચાલુ જ રહેછે તો અત્યારે જાણવા મળ્યું છે કે હવે ભારતનો નાનો પડોશી દેશ નેપાળ પણ ભારતની સામે ગોલીબારી કરતો થઈ ગયો છે હમણાં બે દિવસ ઉપર આપણો એક જવાન ગોલીબારીથી શહીદ થઇ ગયો સાથે સાથે આપણો બીજો પડોશી દેશ બાંગ્લાદેશ પણ હવે પાકિસ્તાન તરફ નમી પડ્યો છે આ પણ એક નવા સમાચાર છે સાલું મારુ મગજ ચગડોળે ચડયું છે કે આપણા ભારતનું શું થવા બેઠું છે!!!
મહારાષ્ટ્રની શિવસેનાએ આજરોજ કહ્યુછે કે ઉચા થતા નેપાળની બંદુકોને હમણાં જ ભાંગી નાખો નહી તો ભવિષ્યમાં ભારત માટે તે પાકિસ્તાન જેવું બની જશે!
છેવટે આ શંકાની દરેક આંગળીઓ સીધી પેલા ચીન તરફ જાયછે તેના ડ્રેગને હાલ ભારતની આજુબાજુ એવો સખત મોટો ભરડો લીધો છે કે તે ચારેય બાજુથી ભારતને દબાવવા જાયછે જેથી ભારત આર્થીક રીતે નબળુ પડે. તેને બીક છે કે ભવિષ્યમાં ભારત દુનીયાની એક મહાસતા ના બની જાય!
હાલ જોઇએ તો દુનીયાની સૈથી મોટી મહાસતા અમેરિકા છે હવે અમેરિકા ને મહાસતા ઉપરથી હટાવીને ચીનને બેસવું છે આથી ચીનની ઇચ્છા છે કે એકવાર ભારત દેશના નાના નાના દેશોના ટુકડા થઈ જાય એટલે ચીન આરામથી મહાસતા સુધી પહોચી જાય
ટુકડા એટલે જેટલા રાજયો છે તે એક નાના દેશો બની જાય..
ગુજરાત દેશ, પંજાબ દેશ,મહારાષ્ટ્ર દેશ વગેરે...બહુ વરસો પહેલા તમે સાંભળ્યુ હશે કે પંજાબને એક સમયે અલગ દેશ બનાવવો હતો જેનુ નામ ખાલિસ્તાન રાખવું હતુ આસામ રાજ્યનું પણ સાંભળવા મળ્યુ હતું એવી રીતે કાશ્મીર પણ ભવિષ્યમાં એક સમયે અલગ દેશ બની જાય તો તમે નવાઇ ના પામશો.
ભારત દેશ શાન્તીમાં માનનારો દેશ છે તેને લડાઇ કે યુધ્ધ નથી ગમતું કે નથી તેની ઇચ્છા કે નેપાળ ભુતાન કે શ્રીલંકાને ભારતમાં સમાવવાની તો ચીન, પાકિસ્તાન, નેપાળ, બાંગલાદેશને પેટમાં શુ દુખેછે!!!
આજે જો ભારત પોતાનું કાશ્મીર પાકિસ્તાનને આપે દે તો પણ પાકીસ્તાન કયારેય સીધુ નથી રહેવાનું, તેવી જ વાત ચીનની છે કે ભારત અરુણાચલ પ્રદેશ જો ચીનને આપી દે તો પણ ચીન કયારેય સરખું નથી બેસવાનું,
સમજો દરેક ભારતીયો આ લડાઇ ભલે સીમાઓ ઉપરની હોય પણ વાત આપણા ઘર જેવી છે જો આપણા ઘરની આજુબાજુ ના ઘરો આપણા જ ઘરની દિવાલો સાથે લડતા હોય તો આપણું ઘર શું ખાખ સલામત રહેશે!
(પહેલા આપણા ઘરની દિવાલોને મજબુત કરો તો પછી આપણું ઘર આપોઆપ મજબુત રહેશે.)