ગાંધીનગરમાં રહેતો એક બનાસકોઠાનો પરિણિત પરીવાર જેમને હાલ તો કોઇ સંતાન ના હતું તેથી નવા નવા પરણેલ આ કપલ મોજશોખથી પોતાના દિવસો પસાર કરતા હતા પણ પત્નિનો, પતિ ઉપરનો પ્રેમ ફકત એક દેખાવ જેવો હતો પત્નીને ક્રાઇમ પેટ્રોલ, સી આઇ ડી જેવી સીરીયલો જોવાનો જબરો શોખ હતો
એક દિવસ પતિ ઘેર હતો ત્યારે નવરાશની પળોમાં પત્નીએ પતિને કહ્યુ ચાલ આપણે નવરા છીએ તો સંતાકૂકડી રમીએ પતિને આવી નાના છોકરાં જેવી રમતો રમવાનો કોઇ શોખ ના હતો પણ પ્રેમાળ પત્ની તરફથી થયેલી આ ઓફરને તે ઠુકરાવી શકે તેમ ના હતો માટે છેવટે પોતાની પત્ની મનથી દુ:ખી ના તે માટે તેને એકાદ વાર આ રમત રમવાની હા પાડી પત્ની તો પતિનો જવાબ સાંભળીને ખુશ થઇ ગઇ પણ આ રમતમાં પત્નીની એક શરત હતી કે આ રમત રમવા માટે આંખે કપડું બાધવું જરુર છે પતિને કપડું બાંધીને રમત રમવાની ઇચ્છા ના હતી પણ ના કહેવાની પણ હિંમત તેનામાં ના હતી બસ એકબીજાની સંમતીથી પતિ આંખે કપડું બાંધવા રાજી થયો તરત પત્નીએ પતિની આંખો ઉપર કહકસાઇને કપડું બાંધી દીધું પછી રમત ચાલુ થઈ...
આ બાજુ પત્ની સંતાવા માટે રસોડામાં ચાલી ગઇ પતિ તેને ઘરના ખુણે ખુણે શોધવા લાગ્યો પણ પત્ની રમતમાં પકડાઇ નહીં
આ બાજું પત્નીની ચાલ કોઇ અલગ જ હતી હાથમાં મોટો છરો લઇને જાણે તે રમતમાં છે તેમ રસોડામાંથી બુમો પાડતી હતી કે હું અહીં રસોડામાં છું ચાલો મને અંદર આવીને શોધી લો તો
પતિ જેવો રસોડા તરફ ગયો કે તરત પત્નીએ પતિના પેટ ઉપર ને છાતી ઉપર ઉપરાછાપરી છરાના દશ બાર ઘા મારી દીધા જાણવા મળ્યુ છે કે છરાના ઘા એટલા બધા અંદર હતા કે પતિના પેટના આંતરડા પણ બહાર આવવા લાગ્યા! સુખ દુ:ખમાં સાથે જીવન જીવવાના બોલ આપનારી આ પત્નીથી સમાજે શું બોધપાઠ લેવો જોઈએ!!!
આ જમાનામાં કોણ કયારે સંતાકુકડી રમાડી જાય તે કોઇ નથી જાણતું.