પુરુષોત્તમ નો અર્થ :-
પુરુષોત્તમ એટલે પુરુષો માં ઉત્તમ.ભગવાને કહ્યું છે કે આ લોક માં ક્ષર એટલે નાશવંત આને અક્ષર એટલે અવિનાશી એવાં બે પુરુષો છે.સર્વ ભૂતો એટલે પ્રાણીઓ એ નાશવંત પુરુષો છે.તેમનામા રહેલો અંતર્યામી પુરુષ તે અક્ષર, અવિનાશી કહેવાય છે.પરંતુ આ ક્ષર અને અક્ષરથી ઉત્તમ પુરુષ પરમાત્મા, પરમેશ્વર એ પુરુષોત્તમ નામથી ત્રણે લોકમાં અને વેદમાં પ્રસિદ્ધ છે. તે વિલક્ષણ છે. આવા પુરુષોતમ ને મારા પ્રણામ.✍️...,© drdhbhatt...