ભારતદેશ લોકોની નજરોમાં ભલે એક વિકાસશીલ દેશ કહેવાય પણ ભારતદેશમાં અમુક એવા પણ રાજ્યો છે જે ઘણા પછાત સ્વરુપે જોવા મળે છે હું માનુછુ કે ભારત દેશનો વિકાસ વિજ્ઞાનની દ્રષ્ટીએ થયો છે, ટેકનોલોજીની દ્રષ્ટીએ થયો છે ને એગ્રીકલ્ચરની દ્રષ્ટીએ પણ થયો છે પણ ભારતદેશમાં રહેનાર માણસોના મન ઉપર , વિચારો ઉપર ને તેના કામોમાં કોઇ જ વિકાસ થયો હોય તેવું લાગતું નથી! હા કયારેક આજનો માણસ અમુક સમયે બસ એવો ને એવો જ હોયછે પૈસા માટે તે ગમે તે કામ કરી પણ શકેછે ને પૈસા માટે ગમે તે કામ ના કરવા ઉપર પણ આવી જાયછે ભારતના ઉત્તર પ્રદેશ રાજયના દેવારીયા વિસ્તારમાં એક હોસ્પીટલ આવેછે તેમાં એક વૃદ્ધને આ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા તેમને કઇ બિમારી છે તે જાણવા નથી મળ્યુ પણ એટલુ જરુર જાણવા મળ્યું છે કે તેમને અમુક થોડાક દિવસો સુધી આ હોસ્પીટલમાં રહેવુ પડે તેમ છે તેઓ આર્થીક રીતે ઘણા ગરીબછે તેમની સાથે તેમની પુત્રવધુ ને સાથે તેમના છોકરાનો એક નાનો પુત્ર પણ સેવામાંછે હવે તે દાદાની જે બિમારી હતી તેના માટે દિવસમાં તેમને બે વાર ડ્રેસીંગ રુમમાં જવુ પડતુ હતું કદાચ દાદાને પગનો પ્રોબ્લમ હોય શકેછે માટે તેમને દિવસમાં બે વાર ટ્રોલી ઉપર સુવડાવીને લઇ જવા પડતા હતા હોસ્પિટલમાં ટ્રોલીની કોઇ અછત નથી પરંતું હોસ્પિટલમાં જે પુરુષ સ્ટાફ કામ કરી રહ્યો છે તેઓમાં માનવતા જેવું કંઇ નથી બિમાર વ્યક્તિને એક જનરલ વોર્ડમાંથી ઓપરેશન થિયેટરમાં અથવા ડ્રેસીંગ રુમમાં લઈ જતા હોયછે આમેય આવા લોકોનું કામ જ હોસ્પિટલમાં આ પ્રકારનું હોયછે બસ બિમાર દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઇ જવાના પણ ઘણીવાર દર્દીને લાવવા લઇ જવા માટે આવા લોકો કયારેક કયારેક દર્દીના સગાંવહાલાં પાસે ચા પાણીના પૈસા પણ માંગતા જોવા મળેછે!
દર્દી રૂમનું ભાડું આપે, દવા ઇન્જેકશનના પૈસા આપે તેમજ ડોક્ટરનું થયેલ બીલ પણ આપે તો પછી સ્ટાફ લોકો માટે ચા પાણીના પૈસા કયાંથી લાવીને આપે! ખરેખર આ એક બહુ શરમજનક વાત કહેવાય!
એક દિવસ આ દાદાને ડ્રેસીંગ રુમમાં લઇ જવા હતા તો છોકરાની વહુએ એક પુરુષ સ્ટાફને ટ્રોલી ધકેલવા બોલાવ્યો તો તેને ટ્રોલી લઇ જવાના ત્રીસ રુપીયા માંગ્યા તો છોકરાની વહુએ પૈસા આપવાની ના પાડી આ સાંભળીને પુરુષ સ્ટાફ પોતાના બીજા કામમાં લાગી ગયો ને કહેતો ગયો કે તમે જાતે જ ટ્રોલી ધક્કો મારીને લઇ જાવ અમે બધા કામમાં છીએ
પછી તો વહુએ ટ્રોલી આગળ પકડી નાનો ટપુ પાછળ રહ્યો ને બંન્ને ટ્રોલીને ધક્કો મારીને ડ્રેસીંગ રુમમાં પોતે જાતે લઇ ગયા ત્યા ઉભેલ કોઇ સારા માણસે આ જોઇ શકાયું નહી ને તરત પોતાના મોબાઇલથી આખો વિડીયો ઉતારી દીધો ને પછી મીડીયામાં તરત વાયરલ કરી દીધો આ વિડીયો ઉતર પ્રદેશના કોઇ સરકારી અધિકારીએ જોયો તો તેને પણ પોતાના ઉપરીઓને વધુ ફોરવર્ડ કર્યો છેલ્લે ઠેક સરકાર સુધી આ વીડિયો પહોંચી ગયો પછી તો ઉતર પ્રદેશની સરકારે તરત પોતાના ઉચ્ચ અધિકારીઓને તપાસ માટે આ હોસ્પીટલમાં તાબડતોડ મોકલ્યા ને આ આખી ઘટનાની તપાસનો ઓર્ડર આપ્યો...
હવે તો પેલાનુ આવી જ બન્યુ 😢
ભૈ યુપીમાં તો યોગી સરકાર છે👍