મારા વહાલ સોયા વાલમ ને જન્મ દિવસ ની ભેટ મારા શબ્દો માં,
લખી શબ્દો હું, તમને ભેટ રૂપે આપું છું, ખુશ રહો તમે હમેશા એવું હું પ્રાથું છું.
સૂર્ય ની જેમ તેજ સદા રહે આપ પર, ચંદ્ર ની જેમ શીતળતા કાયમ બની રહે, મારા વહાલ સોયા વાલમ આપ પર.
ફૂલો ની જેમ સદા મહેકતું રહે, ઉજવળ ભવિષ્ય આપનું, કમળ બની ખીલતું રહે સોળે કળાયે મારા વહાલ સોયા વાલમ જીવન આપનું.
સદા ખુશ રહો, ગુલાબી ગુલાબી બની તમે જીવન ભર, ખુશનુમા માહોલ રહે આપણો મારા વહાલ સોયા વાલમ જિંદગીભર.
"સ્વયમભુ" બની સદા રહો ઉતરોતર પ્રગતિ કરતા રહો, મારા વહાલ સોયા વાલમ બની પ્રિત કરતા રહો જન્મો જનમ.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"