તારી યાદો ની લહેર લઇને,
આ પવન પણ બન્યો #તરંગી ;
જુની પુરાણી યાદો ની સાથે,
ફરીથી જાગે સપનાં સતરંગી;
પ્રેમ કરી બેઠા અમે ત્યારે જ,
જ્યારે હતું જીવન અતરંગી;
સાથે હતા આપણે જ્યારે,
સજાવ્યા સમણાં સપ્તરંગી;
દુર થયાં આપણે જ્યારથી,
જીંદગી બની ગઇ છે બેરંગી;
કેમ પસાર કરું ભવસાગર?
જીંવન થઈ ગયું છે કઢંગી;
#તરંગી